અંડર 19 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની ભવ્ય જીત, ભારતનું છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાનું તુટ્યું સપનું
Live TV
-
દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ICC મેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચ જીતવા માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રન પર જ સમેટાઈ ગઈ હતી.
ભારત તરફથી આદર્શ સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઉદય સહારન આઠ રન બનાવીને આઉટ થયો હતો. સેમી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી જ્યારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા તેણે 1998, 2002 અને 2010માં આ ખિતાબ જીત્યો હતો. અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વર્ષ 2018માં અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું.
આ ત્રીજી વખત હતું જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને હતી. આ પહેલા 2012માં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને ટાઈટલ મેચમાં હરાવ્યું હતું. આવી સ્થિતિમાં કાંગારૂ ટીમે ભારત સાથે પોતાનો જૂનો સ્કોર સેટલ કરી લીધો છે.