Skip to main content
Settings Settings for Dark

IND vs ENG: કે.એલ. ઈજાગ્રસ્ત થવાને કારણે ટેસ્ટ મેચમાં શામેલ નહીં થાય, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

Live TV

X
  • ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમવામાં આવશે.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. BCCIએ જણાવ્યું છે કે, કે.એલ. ઈજાગ્રસ્ત થવાને કારણે રાજકોટમાં રમવામાં આવનાર ત્રીજી ટેસ્ટ મેચમાં શામેલ નહીં થાય. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમવામાં આવશે. BCCIએ જણાવ્યું છે કે, રાહુલ 90 ટકા રિકવર થયા છે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ સારી પ્રગતિ કરી રહ્યા છે. ત્રીજી ટેસ્ટ મેચ માટે  કે.એલ. રાહુલની જગ્યાએ દેવદત્ત પડિક્કલને શામેલ કરવામાં આવ્યા છે.

    23 વર્ષીય દેવદત્ત પડિક્કલે રણજી સીઝનમાં અત્યાર સુધીમાં 6 ઈનિંગમાં 92.66ની સરેરાશથી 556 રન કર્યા છે. પંજાબ સામેની શરૂઆતની મેચમાં 3 સદી ફટકારી છે અને સૌથી વધુ રન 193 રન કર્યા છે. દેવદત્ત પડિક્કલે ઈંગ્લેન્ડ લાયંસ સામેની મેચમાં 65, 21 અને 105 રન કર્યા હતા.

    ત્રીજી ટેસ્ટ મેચ: ભારતીય ટીમ

    રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કે. એસ. ભરત (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ, દેવદત્ત પડિક્કલ

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply