Skip to main content
Settings Settings for Dark

અંડર19 ક્રિકેટ વિશ્વકપ: ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

Live TV

X
  • અંડર 19 વિશ્વકપ 2022ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી છે. પ્રથમ સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાનને 15 રન થી હાર આપીને ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ચુકી છે. આમ ભારત વધુ એક વાર ટાઇટલ પોતાની ઝોળીમાં લેવાના સ્વપ્ન સાથે ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે.આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાને વોર્મ-અપ મેચમાં હરાવ્યું હતું. 

    ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમો અત્યાર સુધીમાં 36 વખત વન-ડે માં સામસામે આવી ચુકી છે. આમાં ભારતે 22 વખત જીત મેળવી છે જ્યારે 14 વખત રમત ઓસ્ટ્રેલિયા તરફ પલ્લુ નમેલુ રહ્યુ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી સેમી ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝમાં રમાવાની છે. આવી સ્થિતિમાં ન્યુટ્રલ વેન્યુ પર બંને ટીમનો રેકોર્ડ જાણવો પણ જરૂરી છે. બંને ટીમો વચ્ચે ન્યુટ્રલ વેન્યુ પર 5 વન-ડે રમાઈ છે, જેમાંથી ભારતે 4 જીતી છે. એટલે કે માત્ર એક જ ઓસ્ટ્રેલિયા જીત્યું છે.

    આ વિશ્વકપની પ્રથમ સેમીફાઇનલમાં મંગળવારે ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 15 રને પરાજય આપી ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મેચને 47-47 ઓવરની કરી દેવામાં આવી હતી. આજની મેચ બાદ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે કોની ટક્કર થશે તે નક્કી થઇ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply