Skip to main content
Settings Settings for Dark

ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી અંડર 19 ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી

Live TV

X
  • ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ વેસ્ટ ઇંડિઝમાં રમાઇ રહેલ અંડર 19 ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ સેમિફાઇનલ મુકાબલામાં ભારતે 96 રનથી શાનદાર જીત નોંધાવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 290 રન કર્યા હતા. ભારત તરફથી કેપ્ટન યશ ધૂલે શાનદાર 110 રન કર્યા હતા. તો વાઇસ કેપ્ટન શેખ રસીદે 94 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમા ઓસ્ટ્રેલિયન ટીમ 41.5 ઓવરમાં 194 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફ્થી લોસલન શો એ 51 રન કર્યા હતા. ભારતીય કેપ્ટન યશ ધૂલને શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 

    વિશ્વ કપના ફાઇનલ મુકાબલામાં ભારતનો સામનો 5 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply