અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપની આજે ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે
Live TV
-
વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં આજે ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને હશે. અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલમાં 24 વર્ષ બાદ ઈંગ્લેન્ડનો પ્રવેશ થયો છે.. જ્યારે ભારત 4 વખત વર્લ્ડકપ જીતી ચૂક્યું છે અને પાંચમી વખત ચેમ્પિયન બનવા આજે પ્રયાસ કરશે. ભારતે અગાઉ 2000, 2008, 2012, 2018માં આ ખિતાબ જીત્યો છે.
આ મેચ વેસ્ટ ઈન્ડિઝના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં સાંજે 6:30 વાગ્યાથી રમાશે.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ સેમિફાઇનલ મુકાબલામાં ભારતે 96 રનથી શાનદાર જીત નોંધાવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 290 રન કર્યા હતા. ભારત તરફથી કેપ્ટન યશ ધૂલે શાનદાર 110 રન કર્યા હતા. તો વાઇસ કેપ્ટન શેખ રસીદે 94 રનની ઇનિંગ રમી હતી.
