અમદાવાદઃ આવતીકાલે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડે મેચ, ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી
Live TV
-
આવતીકાલથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે મેચની સિરીઝની શરુઆત થવા જઈ રહી છે. કાલે આ સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચ માટેની તૈયારીના ભાગરુપે ભારતીય ખેલાડીઓએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમે કરેલી પ્રેક્ટિસના ફોટોગ્રાફમાં રુષભ પંચ, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ખેલાડીઓ નજરે પડ્યા હતા.
આ પહેલાં અમદાવાદ આવી પહોંચેલી ભારતીય ટીમના ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા જેમાં ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવ્યા હતા. જેમાં ઓપનર બેટ્સમેન શિખર ધવન, રીઝર્વ ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને કોરોના થયો હતો. આ પછી હવે આ ખેલાડીઓ સિવાય ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે કાલે રમવા ઉતરી રહી છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે મેચની સિરીઝ રમવા જઈ રહ્યું છે. આ 3 વન ડે મેચની સિરીઝથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે બેટ્સમેન રોહિત શર્મા રહેશે.
