અનુરાગ ઠાકુરે જાણીતા એથ્લેટિક્સ કોચ ઓમ નામ્બિયારના નિધન પર ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
Live TV
-
રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે જાણીતા એથ્લેટિક્સ કોચ ઓમ નામ્બિયારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઓમ નામ્બિયારનું ગઈકાલે 89 વર્ષની વયે નિધન થયું છે. રમત-ગમત મંત્રી દ્વારા ટ્વિટના માધ્યમ થી શોક વ્યક્ત કર્યો. એક ટ્વિટમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે, ઓમ નામ્બિયારે પી.ટી ઉષા સહિત ઘણા અગ્રણી ભારતીય રમતવીરોને કોચિંગ આપી છે. તેમણે કહ્યું કે, ભારતીય રમતમાં શ્રી નામ્બિયારનું યોગદાન હંમેશા યાદ રહેશે. શ્રી નામ્બિયારને 1985 માં અન્ય બે કોચ સાથે પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
