ભારતીય ટુકડી આગામી ટોક્યો પેરાલિમ્પિક્સ માટે થઈ રવાના
Live TV
-
આગામી ટોક્યો પેરાલિમ્પિક્સ માટે ભારતીય ખેલાડીઓ, જેમાં ધ્વજવાહક થંગાવેલુ મરિયપ્પનનો સમાવેશ થાય છે, ગઈકાલે રમતો માટે રવાના થયા હતા. 54 સભ્યોની ટુકડીને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું વિદાય આપવામાં આવ્યું હતું.પેરાલિમ્પિક્સ ગેમ્સ આ મહિનાની 24 મીથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે. 25 મી ઓગસ્ટથી ભારત તેમના અભિયાનની શરૂઆત પેરા ટેબલ ટેનિસથી કરશે જ્યાં ભાવિના પટેલ અને સોનલ પટેલ એકશનમાં રહેશે.
