અનુરાગ ઠાકુર આજે નવી દિલ્હીમાં એશિયન ગેમ્સ માટે ભારતની તૈયારીઓની સમીક્ષા કરશે
Live TV
-
બે દિવસીય બેઠક આજે અને આવતીકાલે દિલ્હીના ડો.કર્ણી સિંહ શુટિંગ રેન્જ ખાતે યોજાશે
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર આજે મિશન ઓલિમ્પિક સેલ - MOC ની બેઠક દરમિયાન આગામી એશિયન ગેમ્સ માટે ભારતની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બે દિવસીય બેઠક આજે અને આવતીકાલે દિલ્હીના ડો.કર્ણી સિંહ શુટિંગ રેન્જ ખાતે યોજાશે.
આ બેઠકમાં ભારતીય ઓલિમ્પિક સંઘના સંયુક્ત સચિવ કલ્યાણ ચૌબે, AFIના પ્રમુખ આદિલ સુમારીવાલા અને MOC ગગન નારંગ, અંજુ બોબી જ્યોર્જ, વિરેન રાસ્કિન્હા, તૃપ્તિ મુરગુંડે, મોનાલીશા મહેતા, ભાઈચુંગ ભુટિયા સહિત અનેક અગ્રણી ખેલાડીઓ હાજર રહેશે. આ બેઠકમાં યુવા બાબતો અને રમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાશે.
