લંડનના 'ધ ઓવલ' મેદાનમાં આજે રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ
Live TV
-
વિશ્વ ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધાની આજથી ઇંગ્લેન્ડના ઓવલ ખાતે રમાનારી ફાઇનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. ઓસ્ટ્રેલિયાએ 19 ટેસ્ટમાં 66.67 અંક મેળવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કરીને ફાઇનલમાં સ્થાન નિશ્વિત કર્યું હતું. જ્યારે ભારતે 58.8 અંક સાથે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્વિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વખત WTC ફાઇનલમાં રમશે.
