અમદાવાદમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સનો મુકાબલો
Live TV
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. IPL 2024ની આજે રમાનારી 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ ઘર આંગણે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની વર્તમાન સિઝનમાં છઠ્ઠી મેચ રમાશે. ગુજરાત ટાઈટન્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
ગુજરાત ટાઈટન્સના બેટિંગ કોચ ગેરી કર્સ્ટને જણાવ્યું કે, શુભમન ગીલ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે. આ સીઝન ગુજરાત ટાઇટન્સ માટે સારી રહી નથી. પણ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ જીતશે. ટાઇટન્સ વિજેતા થવા સક્ષમ છે. રમતમાં વિજયની કોઈ ગેરંટી હોતી નથી. અમે બોલિંગમાં શમ્મીને મિસ કરીએ છીએ. ગુજરાત ટાઇટન્સે પહેલી બે સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં અને પાવર પ્લે મુશ્કેલ અનુભવ્યો. અમે કેમ આ સીઝનમાં સારું પ્રદર્શન કેમ ન કરી શક્યા એ બાબતે મને કોઈ આઈડીયા નથી. ગેરી કર્સ્ટને મહત્વનું નિવેદન કર્યું કે, સીઝનમાં અપેક્ષા કરતાં નબળા પ્રદર્શન માટેનું કારણ હું જાણતો નથી.
બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું કે, મહેન્દ્રસિંહ ધોની ઇજાગ્રસ્ત છે, પણ મેચમાં રમવા માટે ફિટ છે. ધોનીને પગમાં સ્નાયુની ઇજા છે, પણ ગંભીર નથી. ધોની મેચમાં રમવા માટે ફિટ છે અને અમારા માટે મહત્વનો ખેલાડી છે. અમે IPL 2024 માં ટીમમાં સતત બદલાવ કર્યા છે. જેના કારણે અમે રમેલી 11 પૈકી 6 મેચ જીત્યા છીએ. અમારી વ્યૂહરચના પણ ટીમમાં ખેલાડીઓની બદલાવની રહી છે. ધોનીને ત્રણ ઓવર બેટિંગ આવે એવી વ્યૂહરચના છે, જેનાથી એનું વિકેટકીપિંગ સારું રહી શકે.
