IPL 2024: કેન્સર જાગૃતિ માટે ગુજરાત ટાઇટન્સ KKR સામેની મેચમાં લવંડર જર્સી પહેરશે
Live TV
-
ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ 13 મેના રોજ અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની તેમની અંતિમ IPL 2024 હોમ મેચ દરમિયાન કેન્સરની જાગૃતિ પ્રત્યે સમર્થન દર્શાવવા માટે લવંડર રંગની જર્સી પહેરશે. ફ્રેન્ચાઇઝીએ ગુરુવારે આની જાહેરાત કરી હતી.
આ સતત બીજું વર્ષ હશે જ્યારે ગુજરાત ટાઇટન્સ "કેન્સરના દર્દીઓ સાથે એકતા દર્શાવવા" લવંડર જર્સી પહેરશે. "આ હાવભાવ કેન્સરના દર્દીઓમાં પરિણામો સુધારવા માટે પ્રારંભિક તપાસ અને ગુણવત્તા સંભાળની ઍક્સેસના મહત્વની યાદ અપાવે છે," ગુજરાત ફ્રેન્ચાઇઝીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.
નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે, "આ પહેલ ચાહકોને કેન્સર નિવારણ વિશે શિક્ષિત કરવામાં મદદ કરશે અને જીવનશૈલીમાં ફેરફાર અને વહેલા નિદાન માટે નિયમિત ચેકઅપના મહત્વ પર ભાર મૂકશે"
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંઘે જણાવ્યું હતું કે, “કેન્સર અસંખ્ય જીવનને અસર કરે છે અને લવંડર જર્સી એ અમારા તરફથી એક નાનકડો પ્રયાસ છે. જર્સી કેન્સરના દર્દીઓ અને બચી ગયેલા લોકો માટેના અમારા સમર્થનનું પ્રતીક છે. કેન્સર સામેની લડાઈ જીતવા માટે નિવારક પગલાં અને વહેલું નિદાન જરૂરી છે. અમારા ચાહકો સાથે મળીને, અમે કેન્સરથી પ્રભાવિત લોકોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે આતુર છીએ.”
તમને જણાવી દઈએ કે, આ પહેલા આઈપીએલ 2023 એડિશનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન જીટીએ ખાસ જર્સી પહેરી હતી.
