અમદાવાદ: આજે IPLની ફાઈનલમાં ગુજરાત અને રાજસ્થાન ટકરાશે, ભવ્ય સમાપન સમારોહ યોજાશે
Live TV
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા આજે 15મી આઇ.પી.એલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. 14 વર્ષ પહેલા આઇ.પી.એલની પ્રથમ ટુર્નામેન્ટમાં સોનેરી શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સ એક વાર ફરી ઇતિહાસને પુનરાવર્તીત કરવા ઇચ્છશે. તો દિગ્ગજ ટીમોને તબક્કાવાર હરાવીને પ્રથમ જ વર્ષે પોઇન્ટ ટેબલમાં અગ્રસ્થાને આવેલી ગુજરાત ટાઇટન્સ ટીમ સફળતાનો નવો ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે.
આ ટુર્નામેન્ટના સમાપન સમારોહને રંગીન બનાવવા માટે બોલિવુડ સ્ટાર રણવીરસિંહ તથા ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાન જનમેદનીને સંગીત અને મનોરંજનથી મુગ્ધ કરવાની તૈયારી કરી ચુક્યાં છે. ક્લોઝીંગ સેરીમની લગભગ એક કલાક ચાલશે જેથી ફાઇનલ મેચ આઠ વાગે શરૂ થવાની શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. આજની મેચમાં ઘર આંગણે ગુજરાતના સમર્થકો તેમજ રાજસ્થાન રોયલ્સની ટીમને સમર્થન આપવા માટે મોટી સંખ્યાંમાં ક્રિકેટપ્રેમીઓ સમય કરતા વહેલા સ્ટેડિયમમાં પહોચી જશે.
