એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ઇન્ડોનેશીયા ટીમ સામે 16-0 થી મેળવી જીત
Live TV
-
એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ઇન્ડોનેશીયા ટીમ સામે 16- 0 થી જોરદાર જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય હોકી ટીમે સુપર ફોરમાં સ્થાન મેળવી લીધુ છે. ઇન્ડોનેશીયા સામેની મેચમાં ભારતીય ટીમ શરૂઆત થી જ હાવી રહી હતી. ભારતીય ટીમે સમગ્ર રમત દરમિયાન ઇન્ડોનેશીયા ટીમને એક પણ તક આપ્યા વગર પ્રથમ હાફમાં 6 ગોલ કર્યા હતાં.
જ્યારે બીજા હાફમાં 10 ગોલ કર્યાં હતાં. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બન્ને ટીમે એક-એક ગોલ કરતા મેચ ડ્રો રહી હતી. જ્યારે જાપાન ટીમે ભારતીય હોકી ટીમને 5-2 થી હરાવી હતી. જાપાન વિશ્વ કપ માટે ક્વોલિફાય કરનાર ત્રીજી ટીમ છે.
