Skip to main content
Settings Settings for Dark

આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ ટીમમાં સિલેક્શન પાલનપુરના ઉર્વીલની પસંદગી

Live TV

X
  • છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના પ્રતિભાવંત ક્રિકેટરો રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઉભી કરી રહ્યા છે.મૂળ મહેસાણાના વડનગરના વતની અને બનાસકાંઠાના પાલનપુરમાં વર્ષોથી રહેતાં વ્યાયામ શિક્ષક મુકેશ પટેલના પુત્ર ઉર્વીલ પટેલનું આ વખતે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ ટીમમાં સિલેક્શન થયું છે.
    આ સિલેક્શન રૂપિયા 20 લાખની બેઝ પ્રાઇઝથી ગુજરાત ટાઈટન્સ ટીમે તેને ખરીદ્યો છે. ઉર્વીલ પોતાની કર્મભૂમિ પાલનપુરમાં જ રહે છે અને 6 વર્ષની નાની વયે જ તેના પિતા પોતાના બાળકમાં રહેલી ક્રિકેટની પ્રતિભાને ઓળખી ગયા અને ક્રિકેટમાં કેરિયર બનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉર્વીલને ભણવા કરતાં ક્રિકેટમાં વધુ સમય મળી રહે તેની તકેદારી તેના માતા પિતાએ રાખી છે. ઉર્વીલ છેલ્લાં 15 વર્ષોથી ક્રિકેટમાં સખત મહેનત કરી રહ્યો છે. ચોમાસામાં વરસતો ધોધમાર વરસાદ હોય કે શિયાળાની કાતિલ ઠંડી ઉર્વીલે કદી પ્રેક્ટિસ છોડી નથી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તેમજ વિજય હજારે ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાથી આજે તેને બહારની નામાંકિત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ આઇપીએલમાં તક મળી છે. ઉર્વીલ ભવિષ્યમાં ભારત દેશ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા ઈચ્છે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply