BCCIએ મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી
Live TV
-
T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી સાઉથ આફ્રિકામાં રમાશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્મૃતિ મંધાનાને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી સાઉથ આફ્રિકામાં રમાશે. આ સાથે જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકામાં યોજાનારી ટ્રાયલ સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, શિખા પાંડેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયર્લેન્ડની સાથે છે. ગ્રુપની ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. તો, ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે
