આજથી શરૂ થશે ઈન્ડિયા ઓપન 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ
Live TV
-
22 જાન્યુઆરી સુધી વિશ્વભરના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ વચ્ચે થશે ખિતાબ માટે ટક્કર
દિલ્હીના જાધવ સ્ટેડિયમમાં આજથી ઇન્ડિયા ઓપન 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ થઇ રહી છે. 22 જાન્યુઆરી સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં દેશ સહિત દુનિયાભરના ટોચના ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે. આજે શરૂ થનાર પ્રથમ રાઉન્ડમાં ભારતિય શટલર લક્ષ્ય સેન, કિદાંબી શ્રીકાંત અને વિશ્વ નંબર આઠ હમવતન એચ.એસ. પ્રણય પોતાના રાઉન્ડની શરૂઆત કરશે. મહિલા સિંગલમાં ભારતીય પી.વી.સિંધુ તેમજ સાઇના નેહવાલ પોતાની મેચનો પ્રારંભ કરશે. પ્રથમવાર આ ટુર્નામેન્ટ ભારતમાં રમાઇ રહી છે. વિશ્વ બેડમિન્ટન મહાસંઘે ભારતીય બેડમિન્ટન સંઘને પ્રથમ વાર ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટન 750નો દરજ્જો આગામી 4 વર્ષ માટે પ્રદાન કર્યો છે. આ ટુર્નામેન્ટમાં ઇનામી રકમ સવા સાત કરોડ રૂપિયા એટલે કે 9 લાખ અમેરિકી ડોલર છે.
