Skip to main content
Settings Settings for Dark

આજે ફ્લોરિડા ખાતે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે

Live TV

X
  • ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી-20 સરીઝની ચોથી મેચ થવાની છે. ભારત આ શ્રેણીમાં 2-1 આગળ છે એટલે આજે ભારત શ્રેણી પોતાના નામ કરવા મેદાન પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ચોથી અને પાંચમી ટી-20 મેચ સતત બે દિવસ રમવામાં આવશે. શનિવાર અને રવિવારે થનારી મેચોમાં તમામ નજર શ્રેયસ અય્યર પર રહેશે, જણે ટી-20 વિશ્વ કપમાં જગ્યા બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ભારત આ શ્રેણીમાં 2-1થી આગળ છે અને તે અમેરિકામાં બંને મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઉતરશે. મીડ ઓર્ડમમાં શ્રેયસ અય્યરની જગ્યા બનવી મુશ્કેલ લાગી રહી છે એવામાં દિપક હુડ્ડા આ તકનો લાભ લઈ શકે છે. એશિયા કપ માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલીની ટીમાં વાપસી નક્કી છે અને અય્યરને બહાર બેસવાનો વારો આવી શકે છે. તેણે આ શ્રેણીમાં શૂન્ય, 11 અને 24 બનાવ્યા છે. 

    ટીમ આ પ્રકાર છે
    રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઈશાન કિશન, દિનેસ કાર્તિક, સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્ર અશ્વિન, રવિ બિશ્રોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. 

    વેસ્ટઇન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પૉવેલ, શમરાહ બ્રૂક્સ, ડોમિનિક ડ્રેક્સ, શિમરન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્જારી જોસેફ, બ્રાંડન કિંગ, કઈલ મેયર્સ, ઓબેદ મેકકોય, કીમોલ, રોમારીયન, થોમસ, ડેવૉર્ડ, કેમોલ હેડન વોલ્શ.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply