કોમનવેલ્થ ગેમ્સમાં 4 ઓગસ્ટના રોજ ભારતે 5 મેડલ જીત્યા, તુલિકા માને જૂડોમાં મેળવ્યો સિલ્વર મેડલ
Live TV
-
ભારતે અત્યાર સુધીમાં કુલ 18 મેડલ જીતી લીધા છે.
કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે 4 ઓગસ્ટના રોજ ભારતે કુલ પાંચ મેડલ જીત્યા. ભારતના તેજસ્વિન શંકરે બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સમાં હાઈ જમ્પમાં બ્રોંઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં હાઈ જમ્પમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. તેજસ્વિને બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતનુ ખાતુ ખોલ્યુ હતુ. આ ગેમ્સમાં એથલેટિક્સમાં ભારતનો પ્રથમ મેડલ છે. રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવનાર તેજસ્વિન શંકરે 2.22 મીટરના અવરોધ પાર કરીને બ્રોંઝ મેડલ નામે કર્યો છે. તો ભારતે સ્ક્વોશમાં પ્રથમ મેડલ જીત્યો છે.. ભારતના સૌરભ ઘોસાલે દેશ માટે બ્રોંઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. તેમણે ઈંગલેંડના જેમ્સ વિલસ્ત્રોપને 3-0 થી માત આપી હતી. ભારતની તુલિકા માને જૂડોમાં સિલ્વર મેડલ જીત્યો છે. બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ સાથે ભારતે અત્યાર સુધીમાં કુલ 18 મેડલ જીતી લીધા છે. બોકસિંગમાં ભારતે ત્રણ મેડલ સુનિશ્ચિત કર્યા હતા, તો મહિલા હોકી ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જો વાત કરીએ પુરૂષ હોકી ટીમની તો આજે પોતાની અંતિમ ગ્રુપ મેચ રમશે. ભારતીય હોકી ટીમ અત્યારે ગ્રુપમાં ટોચ સ્થાન પર છે. ક્રિકેટમાં મહિલા ટીમે બારબાડોસને ગ્રુપ સ્ટેજની મેચમાં 100 રનથી હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
