Skip to main content
Settings Settings for Dark

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ થશે શરૂ

Live TV

X
  • આજે ગુરુવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. જેની પહેલી મેચ લખનઉ ખાતે રમાશે. જ્યારે બીજી 2 મેચ ધર્મશાલામાં આયોજિત થશે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ અને દીપક ચહર ઈજાગ્રસ્ત હોવાના કારણે તેમના સ્થાને અન્ય યુવાને તક મળી શકે છે. તો બીજી બાજુ ભુવનેશ્વર કુમારની પાસે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે આ અંતિમ તક બની શકે છે. વળી રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે વિંડિઝ સિરીઝ જીત્યા પછી વર્લ્ડ કપની T20 ટીમ પસંદ કરી દીધી હોવાની વાત જણાવી છે. 

    વર્ષ 2022ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ અત્યારથી જ ગેમ પ્લાન બનાવી રહ્યા છે. તેવામાં વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટવોશ કર્યા પછી હવે ભારતની નજર યુવા બ્રિગેડ અને તેમના બેકઅપ ખેલાડી સામે રહેશે. કારણ કે દીપક ચહર અને સૂર્યકુમાર યાદવના ઈજાગ્રસ્ત થતા હવે રોહિત એન્ડ ટીમની નજર બેકઅપ ખેલાડી પર હશે. જેથી વર્લ્ડ કપમાં કોવિડની સ્થિતિ તથા અન્ય ઈન્જરીને ધ્યાનમાં રાખી કોઈ પણ ખેલાડીની ગેરહાજરીમાં ટીમ કોમ્બિનેશન ખોરવાઈ ન જાય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply