ક્રિકેટ: ભારતનો પ્રથમ ટી-20 માં શ્રીલંકા સામે 62 રનથી વિજય, 26 ફેબ્રુઆરીએ બીજી ટી-20
Live TV
-
ભારતે લખનઉમાં શ્રીલંકા સામેની પહેલી T-20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 62 રને પરાજય આપ્યો અને ત્રણ T-20 મેચોની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.
ભારતે ઇશાન કૃષ્ણનના 89, રોહીત શર્માના 44 અને શ્રેયસ ઐયરના 57 રનની મદદથી નિર્ધારીત 20 ઓવરમાં બે વિકેટે 199 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ શ્રીલંકાના ચરીત અસાલંકાના 53 સિવાય બાકીના ખેલાડીઓ ઝાજુ ટકી ન શકતા શ્રીલંકાએ છ વિકેટની નુકશાનમાં 137 રન બનાવ્યા હતા અને આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો હતો.
ભારત તરફથી વેન્કટેશ ઐયર અને ભુવનેશ કુમારે બે-બે વિકેટ ખેરવી હતી. આ મેચમાં ક્રિકેટ: ભારતનો પ્રથમ ટી-20 માં શ્રીલંકા સામે 62 રનથી વિજય, 26 ફેબ્રુઆરીએ બીજી ટી-2089 રન નોંધાવનાર ઇશાન કૃષ્ણનને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો છે. ભારત-શ્રીલંકાની બીજી ટી-20 મેચ 26 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાવાની છે.
