શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચ માટે ભારતની ટીમ સંપૂર્ણ રીતે તૈયાર
Live TV
-
શ્રીલંકા સામે ટી-20 શ્રેણીની પ્રથમ મેચ જીત્યા બાદ હવે ભારતીય ટીમ ધરમશાળા ખાતે રમાનાર બીજી મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહત્વની વાત એ છે કે, ટીમની બેંચ સ્ટ્રેન્થ મજબૂત જણાઇ રહી છે. તો બીજી બાજુ આ શ્રેણી જીવંત રાખવા શ્રીલંકાએ બીજી મેચ, ગમે તે સ્થિતિમાં જીતવી જ પડશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની નજર 2-0 થી સિરીઝમાં અજેય લીડ મેળવી, આ ફોર્મેટમાં ભારતનો દબદબો જાળવી રાખવા પર રહેશે. પ્રથમ મેચમાં યુવા બેટ્સમેન ઈશાન કિશાન અને શ્રેયસ ઐયરે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતુ.
