IPL ટૂર્નામેન્ટની 15મી આવૃત્તિ માટે લીગ સ્ટેજની રમતો મુંબઈ અને પૂણેમાં 4 સ્થળોએ રમાશે
Live TV
-
ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલે જાહેરાત કરી છે કે, ટૂર્નામેન્ટની 15મી આવૃત્તિ માટે લીગ સ્ટેજની રમતો મુંબઈ અને પૂણેમાં 4 સ્થળોએ રમાશે, અને તે 26મી માર્ચથી શરૂ થઈ. ટૂર્નામેન્ટની ફાઈનલ 29મી મેના રોજ રમાશે. મુંબઈ અને પુણેમાં ચાર આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સ્થળો પર કુલ 70 લીગ મેચો રમાશે. પ્લેઓફ મેચો માટેનું સ્થળ હવે પછી નક્કી કરવામાં આવશે.
મુંબઈ, વાનખેડે સ્ટેડિયમમાં 20 મેચો રમાશે જ્યારે 15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ડી.વાય. પાટિલ સ્ટેડિયમ, મુંબઈ 20 મેચોનું આયોજન કરશે. જ્યારે પુણેનું એમ.સી.એ. ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 15 મેચોનું આયોજન કરશે.
ગ્રુપ Aમાં મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થશે.
ગ્રુપ બીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન સામેલ છે.
