Skip to main content
Settings Settings for Dark

ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની આજે ત્રીજી મેચ; ભારત 2-0 થી શ્રેણીમાં આગળ

Live TV

X
  • ભારત - શ્રીલંકા વચ્ચે ત્રણ T-20 મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 62 રને પરાજય આપ્યો હતો. આ શ્રેણીની બીજી ટી-20 મેચ ગઈકાલે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ ધર્મશાળામાં રમાઈ હતી. જેમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી હરાવીને ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે.
    ટોસ હાર્યા પછી શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા ભારતે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ રનચેઝને ભારતીય ટીમે 17 બોલ પહેલા જ પૂર્ણ કરીને 7 વિકેટથી મેચ જીતી લીધી છે. આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ અય્યરે સૌથી વધુ 74 રન અને રવીન્દ્ર જાડેજા 45 રને અણનમ રહ્યા હતા.
    શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીની બીજી મેચ જીત્યા બાદ હવે ભારતીય ટીમ હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે રમાનાર ત્રીજી મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહત્વની વાત એ છે કે, ટીમની બેંચ સ્ટ્રેન્થ મજબૂત જણાઇ રહી છે. તો બીજી બાજુ આ શ્રેણીમાં વ્હાઇટ વૉશથી બચવા શ્રીલંકા આ ત્રીજી મેચ જીતવાના ઉદ્દેશ્ય સાથે મેદાને ઉતરશે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માની નજર 3-0 થી સિરીઝમાં અજેય લીડ મેળવી, આ ફોર્મેટમાં ભારતનો દબદબો જાળવી રાખવા પર રહેશે. આ શ્રેણીમાં યુવા બેટ્સમેન ઈશાન કિશાન અને શ્રેયસ ઐયર શાનદાર બેટિંગ પ્રદર્શન કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply