ભારતે ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવી સિરિઝ પર મેળવી જીત
Live TV
-
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી ત્રણ મેચની સીરીઝમાં ભારતે ત્રણેય મેચ જીતી અને રેકૉર્ડ બનાવી લીધો છે. ભારત-શ્રીલંકા ત્રીજી T20 મેચમાં ત્રણેય મેચ જીતી ચુકી છે, આ ટીમ ઇન્ડિયાની સતત ત્રીજી ક્લીન સ્વીપ સીરીઝ છે. રવિવારે રમાયેલા મેચમાં મુકાબલામાં જીતની સાથે જ ભારતે સતત 12 ટી-20 જીતી છે.
ભારતે 6 વિકેટથી જીતીને શ્રીલંકાને 3-0થી હરાવી વ્હાઈટવોશ કર્યો છે. ટીમ ઈન્ડિયાને શ્રીલંકાએ 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને એકતરફા અંદાજે 19 બોલ પહેલા 4 વિકેટ ગુમાવીને ટીમે ચેઝ કરી લીધો છે. શ્રેયસ અય્યર T20 સિરીઝની ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી આ મેચનો 69 ટોપ સ્કોરર રહ્યો હતો...તમને જણાવી દઈએ કે ભારતે સતત 12મી જીત સાથે આ ફોર્મેટમાં અફઘાનિસ્તાનના સૌથી વધુ જીતના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
