આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈમાં ટી20 ની પહેલી મેચ રમાશે
Live TV
-
આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 ની ત્રણ મેચોની શ્રેણીની શરુઆત થઈ રહી છે. આ ત્રણ મેચની ટી20 શ્રીણની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ શ્રીણીમાં ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રોહીત શર્મા અને લોકેશ રાહુલ જાવા અનુભવી ખેલાડીઓ નહી જોવા મળે. આ શ્રેણીમાં ભારતીય ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોપવામાં આવી છે. ત્યારે હાર્દિક પંડ્યા ટી20 ટીમના નિયમિત સુકાની તરીકેની પોતાની અલગ ઇનિંગનો વિજયી પ્રરંભ કરિને ભારતના મિશન 2024 અભિયાનનો પાયો નાખશે, હાર્દિકના નેતૃત્વમાં વરસાદના વિધ્નો વચ્ચે પણ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડની ધરતી ઉપર શ્રેણી વિજય મેળ્યો હતો.
વર્તમાન એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા ટીમ ભારતને પડકાર ફેકવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાએ લંકા પ્રીમિયર લીગામાં સારો દેખાવ કરનાર આવિષ્કા ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને તથા સદીરા સમરવિક્રમાને ટીમમાં સ્થાન આપ્યું છે. ત્યારે જોવાનુ એ રહે છે કે શ્રીલંકાના અનુભવી ખેલાડીઓ સામે ભારતના નવ યુવનો કેવી રીતે સામનો કરીછે તે જોવાનુ રહ્યું. ચાલુ વર્ષે ભારતની યજમાનીમાં આઇસીસી વન-ડે વલ્ડ કપ રમાવાનો હોવાથી રમતની સૌથી નાની ફોર્મેટ ભારતની હાલમાં પ્રથમિકતા નથી પરંતુ હાર્દિકના નેતૃતેવમાં 2024માં રમાનાપા ટી20 વર્લ્ડ કપ માટેની રણનીતિ તૈયાર કરવામાં મદદ મળશે તે ચોક્કસ છે.
