Skip to main content
Settings Settings for Dark

આજે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ

Live TV

X
  • મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ,1905 ના રોજ અલ્લાહાબાદ થયો હતો. તેમણે ભારતીય હૉકીમાં પ્રસિદ્ધિ મેળવી હતી.પંદર વર્ષની ઉમરે  હૉકી રમવાની શરૂઆત કરી.1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા પછી તેઓ મેજર બન્યા. ભારતની હૉકી ટીમમાં ઑલિમ્પિક સ્પર્ધા માટે 1928માં પસંદગી પામ્યા.ધ્યાનચંદમાં બુદ્ધિમત્તા,આંખોની ચપળતા,કાંડાની તાકાત અને હરણ જેવી ઝડપી ગતિ જેવા ગુણો હતા.તે જ વર્ષમાં ઑલિમ્પિક હૉકી સ્પર્ધામાં ધ્યાનચંદના કારણે ભારત વિશ્વવિજેતા બન્યું હતું.1932ની ઑલિમ્પિકમાં અમેરિકા સામે ભારતે 24 ગોલ કર્યા હતા.1932ની ઑલિમ્પિકમાં આઠ ગોલ ધ્યાનચંદના હતા.1935માં ન્યૂઝીલૅન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ 584 ગોલ કર્યા અને હરીફ ટીમોએ 40 ગોલ કર્યા.ભારત તરફથી 200 ગોલ સેન્ટર-ફૉર્વર્ડ ખેલાડી ધ્યાનચંદે કરેલા.આ પ્રવાસમાં બધી જ 48 મેચોમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો.1936ની બર્લિન ઑલિમ્પિકમાં હૉકી માટે સમર્પિત ધ્યાનચંદે પગાર લીધા વગર ભાગ લીધો.અંતિમ સ્પર્ધામાં ભારતીય ટીમે 8 વિરુદ્ધ 1 ગોલથી જર્મનીને પરાજય આપ્યો,જેમાં ધ્યાનચંદે 6 ગોલ કર્યા હતા.ઑલિમ્પિકમાં ભાગ લેનારા લશ્કરી માણસોની હિટલરે યોજેલી પાર્ટીમાં પણ ધ્યાનચંદ સામેલ થયા.1947માં પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં ધ્યાનચંદે 61 ગોલ કર્યા હતા.સ્ટિક પરનો કાબૂ,મિડફીલ્ડની શાનદાર રમત અને ત્રણ ત્રણ પ્રતિસ્પર્ધીઓના ઘેરાને ભેદીને દડાને કોઈ જુદી જ દિશામાં મોકલી આપતા.1928, 1932 અને 1936ની ઑલિમ્પિકમાં ધ્યાનચંદે કુલ 33 ગોલ નોંધાવ્યા હતા. 

    1995માં એમની નેવમી જન્મતિથિએ નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમ પર બિપિન બિહારીદાસે બનાવેલી ધ્યાનચંદની કાંસ્ય મૂર્તિ મૂકવામાં આવી છે.પાસિંગ અને સ્ટિકવર્કને કલાને લીધે ધ્યાનચંદ‘હૉકીના જાદુગર’ કહેવાયા.ભારતની હૉકી ટીમને પ્રશિક્ષણ આપવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી.1956માં ‘પદ્મભૂષણ’ આપવામાં આવ્યો હતો.તેમની આત્મકથાનું નામ 'ધ ગોલ' છે.ધ્યાનચંદ સજ્જન ખેલાડી હતા.તેમની સ્મૃતિમાં ભારતમાં દર વર્ષે ‘ધ્યાનચંદ ટ્રૉફી સ્પર્ધા’ યોજાય છે જેમાં દેશવિદેશની હૉકી ટીમો ભાગ લે છે.તેમની યાદમાં ધ્યાનચંદ પુરસ્કાર અપાય છે.પ્રધાનમત્રીએ મેરઠમાં રૂ.700 કરોડના બજેટ સાથે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આધારશીલા રાખી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply