આજે T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં નેધરલેન્ડની દક્ષિણ આફ્રિકા સામે અને ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર
Live TV
-
આજે T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં નેધરલેન્ડની દક્ષિણ આફ્રિકા સામે અને ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર
T-20 ક્રિકેટ વર્લ્ડ કપની એક રોમાંચક મેચમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રને હરાવીને અપસેટ સર્જ્યો છે. ગુયાનામાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ લેતાં અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 159 રન નોંધાવ્યા હતા. 160 રનના વિજયલક્ષ્યનો પીછો કરી રહેલા ન્યૂઝીલેન્ડના વિખ્યાત બેટ્સમેનો ફઝલહક ફારુકી અને રશીદ ખાનની વેધક બોલિંગ સામે ટકી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડની ટીમ 15.2 ઓવરમાં માત્ર 75 રને આઉટ થઈ ગઈ હતી.
બીજી મેચમાં શ્રીલંકાએ આપેલા 125 રનના વિજયલક્ષ્યનો પીછો કરી રહેલા બાંગ્લાદેશે છેલ્લાં અહેવાલ મુજબ 6 ઓવરમાં 3 વિકેટે 34 રન નોંધાવ્યા છે. આજની અન્ય મેચોમાં નેધરલેન્ડની દક્ષિણ આફ્રિકા સામે તથા ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે.
