Skip to main content
Settings Settings for Dark

T20 World Cup 2024: USA vs PAK ની મેચમાં મોટો અપસેટ, સુપર ઓવરમાં જીત્યું અમેરિકા

Live TV

X
  • ટી20 વર્લ્ડ કપની 11મી મેચ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ડલ્લાસ ખાતે રમાઈ હતી.

    ટી20 વર્લ્ડ કપની 11મી મેચ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ડલ્લાસ ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં મોટો અપસેટ સર્જાયો હતો અને પહેલીવાર ટી20 વર્લ્ડ કપ રમી રહેલી USAની ટીમે પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવ્યું હતું.

    USAએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરુઆત ધીમી રહી હતી. કેપ્ટન બાબર આઝમે 43 બોલમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે શાદાબ ખાને 25 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રનનો સ્કોર કર્યો હતો. USAની ટીમમાંથી નૌશ્તુશ કેનજીગે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. નેત્રાવાલ્કરે 2 અને અલીખાન અને જસદીપ સિંહે 1 - 1 વિકેટ ઝડપી પાકિસ્તાનને વધુ સ્કોર કરતાં અટકાવ્યું હતું.

    160 રનના ટાર્ગેટનો મેળવવા ઉતરેલી USAની ટીમે સારી શરુઆત કરી હતી અને 20 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા અને મેટ ટાઈ થઈ. કેપ્ટન મનાક પટેલે 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે એન્ડ્રીસ ગુસે 26 બોલમાં 35 રન બનાવ્યા. એરોન જોન્સ 26 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. 

    મેચ ટાઈ થયા બાદ રમાયેલી સુપર ઓવરમાં અમેરિકાએ પ્રથમ બેટિંગ કરી અને તેમાં હરમીત સિંહ અને એરોન જોન્સ બેટિંગ કરવા ઉતર્યા હતા. બાબર આઝમે મોહમ્મદ આમિરે સુપર ઓવર ફેંકવા માટે પસંદ કર્યો હતો. પરંતુ નબળી લાઇન અને ખરાબ ફિલ્ડિંગના કારણે પાકિસ્તાને USAને 18 રન આપ્યા હતા. 

    18 રનના જવાબમાં પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદ અને ફખર ઝમાન આવ્યા બેટિંગ કરવા આવ્યા. USA તરફથી સૌરભ નેત્રાવલકરે સુપર ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. ઈફ્તિખારે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો પરંતુ ત્રીજા બોલ પર તે આઉટ થયો. આ પછી પાકિસ્તાનને લેગ બાય ફોર મળી. પાકિસ્તાનને છેલ્લા 2 બોલમાં 9 રનની જરૂર હતી પરંતુ નેત્રાવલકરે સારી બોલિંગ કરીને માત્ર 3 રન આપ્યા અને પાકિસ્તાનને 13 રન પર રોકીને ઈતિહાસ રચ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply