આવતી કાલે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરાશે
Live TV
-
રાષ્ટ્રીય ખેલ દિવસ એટલે કે 29 ઑગસ્ટે અપાનાર ખેલ પુરસ્કારો માટેના ખેલાડીઓના નામની ઘોષણા. રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે.
રોહિત શર્મા ઉપરાંત પહેલવાન વિનેશ ફોગાટ, હૉકી કેપ્ટન રાની રામપાલ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને પેરાલમ્પિયન ટી. મરિયપ્પનનું નામ સામેલ છે. રોહિત શર્મા આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ચોથા ક્રિકેટર બનશે.
રોહિત શર્માની પહેલા આ પુરસ્કારને સચિન તેંડુલકર, એમ.એસ.ધોની અને વિરાટ કોહલીને આપવામાં આવ્યો છે. અર્જુન પુરસ્કાર માટે 27 નામોની ભલામણ કરવામાં આવી છે, જેમાં યુવા મહિલા પહેલવાન કાકરાનનું નામ સામેલ છે. હૉકી કોચ રમેશ પઠાણિયા સહિત આઠ કોચને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી સહિતના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
