દેશમાં પ્રથમવાર વર્ચ્યુઅલ ખેલરત્ન એવોર્ડ સમારોહ, 6 ખેલાડીઓને દ્રોણાચાર્ય એવોર્ડ
Live TV
-
ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયો વર્ચ્યુઅલ ખેલરત્ન એવોર્ડ વિતરણ સમારોહ - મોનિકા બત્રા, રામપાલ રાની અને મરિયપ્પમ યથાવેલુને ખેલરત્ન એવોર્ડ
દર વર્ષની જેમ આ વર્ષે 29 ઓગષ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસરે મેજર ધ્યાનચંદ જયંતી નિમિત્તે રમતમાં વિશેષ યોગદાન આપનાર રમતવિરોને ખેલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યાં છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વરચ્યુલ કાર્યક્રમમાં ખેલાડીઓને સન્માનીત કરાયા હતાં. આ પ્રથમ અવસર છે કે એક સાથે 5 ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનીત કરવામાં આવ્યાં છે.
આ વર્ષે ક્રિકેટ ખેલાડી રોહિત શર્મા, ટેબલ ટેનીસ ખેલાડી મોનિકા બત્રા, પેરા એથલીટ મરિઅપ્પન થાંગાવેલુ, પહેલવાન દિનેશ ફોગાટ, અને હોકી ખેલાડી રાની ને ખેલોના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનીત કરાયા હતાં. જ્યારે 29 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યાં છે.
રોમેશ પઠાનિયા, શિવસિંગ, ધર્મેન્દ્ર તિવારીને લાઇફ ટાઇમ દ્રોણાચાર્ય એવોર્ડ અપાયો છે. ખેલકુદ દિવસે રમતવીરોને એવોર્ડથી સન્માનીત કરાયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્પોર્ટસ અને ફીટનેસ યુવાનોના વિચાર અને દિનચર્યાનો હિસ્સો બન્યો છે.
