ભારતે વિશ્વ શતરંજ ઓનલાઇન ઓલંપિયાડ જીતીને ઇતિહાસ રચ્યો
Live TV
-
ભારતે ગઇકાલે વિશ્વ શતરંજ ઓનલાઇન ઓલંપિયાડ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તકનીકી ખરાબીને કારણે ગઇકાલે ભારત અને રશિયાને વર્ષ 2020ના શતરંજ ઓનલાઇન ઓલંપિયાડમાં સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ભારતે ગઇકાલે વિશ્વ શતરંજ ઓનલાઇન ઓલંપિયાડ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તકનીકી ખરાબીને કારણે ગઇકાલે ભારત અને રશિયાને વર્ષ 2020ના શતરંજ ઓનલાઇન ઓલંપિયાડમાં સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારતે પહેલી જ વાર આ સ્પર્ધામાં સુવર્ણ પદક હાંસલ કર્યો છે. બંને ટીમ 3 -3 પોઇન્ટની બરાબરી પર રહી હતી. ઇન્ટરનેટ સંપર્ક તુટતાં ભારતની આશાઓને એક તબક્કે ભારે આંચકો લાગ્યો હતો પરંતુ અંતે ભારત અને રશિયાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીને જોતાં આંચરરાષ્ટ્રીય ચેસ ફેડરેશને પહેલી જ વારર ઓનલાઇન ચેસ ઓલિમ્પાયાડનું આયોજન કર્યું હતું. ભારત માટે આ વિજય એટલા માટે મહત્વનો છે કે પહેલી જ વાર તે આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટુર્નામેન્ટમાં સંયુક્ત ચેમ્પિયન બનેલા ભારતીય ખેલાડીઓને ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઉપલબ્ધિ બદલ ખેલાડીઓને ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા.
