Skip to main content
Settings Settings for Dark

US ઓપન : સાત વર્ષના લાંબા સમય બાદ સુમિત નાગલ બીજા રાઉન્ડમાં પહોંચનારા પ્રથમ ભારતીય

Live TV

X
  • નાગલે પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના બ્રૈડલી ક્લાનને આપી મ્હાત

    ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલ US ઓપનમાં પુરૂષ એકલ મુકાબલાના બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે.પ્રથમ રાઉન્ડની મેચમાં તેમણે અમેરિકાના બ્રૈડલી ક્લાનને માત આપી.વિશ્વ રેન્કિંગમાં 124મા નંબરના 23 વર્ષના સુમિત નાગલે બ્રૈડલી ક્લાનને 6-1, 6-3,3 -6,6-1થી પરાજિત કર્યા.ભારતના ટોપ રેન્કવાળા પુરુષ એકલ ખેલાડી સુમિત નાગલ પોતાતી કેરિયરમાં પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે.સાત વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય પુરૂષ ખેલાડી US ઓપનમાં પહોંચ્યો છે.આ પહેલા 2013માં સોમદેવ બર્મને આ સફળતા મેળવી હતી.ખાસ વાત એ છે કે સુમિત નાગલ સતત બીજી વખત US ઓપનની મેન-રો સુધી પહોંચ્યા છે.ગત વર્ષે પ્રથમ રાઉન્ડની મેચમાં સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.જો કે પ્રથમ સેટમાં નાગલે ફેડરરને જોરદાર ટક્કર આપી હતી.આ વખતે નાગલનો બીજા રાઉન્ડમાં સામનો ઓસ્ટ્રેલિયાના ડોમીનિક થીમ સાથે થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply