ભારતના રોહન બોપન્નાએ US ઓપનના મેન્સ ડબલ શ્રેણીમાં ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Live TV
-
તેઓ કેવિન ક્રાવિયેટ્સ અને આન્દ્રે માયસની જર્મન જોડીને પરાજીત કરીને ક્વાટર ફાઇનલમાં પહોંચ્યા છે
ભારતના રોહન બોપન્ના અને કેનેડાના ડેનિસ શાપોવાલોવે યુ.એસ.ઓપનના મેન્સ ડબલ શ્રેણીમાં ક્વાટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. તેઓ કેવિન ક્રાવિયેટ્સ અને આન્દ્રે માયસની જર્મન જોડીને પરાજીત કરીને ક્વાટર ફાઇનલમાં પહોંચ્યા છે. સેરેના વિલીયમ યુ.એસ.ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી ચુકી છે. સ્લોએન સ્ટીફન્સને પરાજીત કરીને સેરેના ચોથા રાઉન્ડમાં પહોંચી છે. વિક્ટોરિયા અઝરેન્કા પણ ચોથા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી છે. મેન્સ સિંગ શ્રેણીમાં ડેનિયલ મેદવેદેવે પણ ચોથા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું છે.
