ઇન્ડિયા માસ્ટર્સની નજર સતત ત્રીજી જીત પર; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી
Live TV
-
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં, સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયા માસ્ટર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે.આ પહેલા બે મેચ જીતી છે, હવે ત્રીજી મેચમાં તેઓ વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 1 માર્ચે રમાશે.
ઇન્ડિયા માસ્ટર્સે અત્યાર સુધીમાં સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ 2 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેમણે પહેલી મેચમાં શ્રીલંકાને અને બીજી મેચમાં ઇંગ્લેન્ડ માસ્ટર્સ ટીમને હરાવી હતી. ઇન્ડિયા માસ્ટર્સ જીતની હેટ્રિક પર નજર રાખી રહ્યું છે, જેમાં તેમનો ત્રીજો મુકાબલો જેક્સ કાલિસની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ ટીમ સામે હશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 1 માર્ચે વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાશે. દક્ષિણ આફ્રિકા માસ્ટર્સે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક મેચ રમી છે, જેમાં તેઓ શ્રીલંકા સામે 7 વિકેટથી હારી ગયા છે.
ઇન્ડિયા માસ્ટર્સ VS સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં જોવી ?
ઇન્ડિયા માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચેની મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે ઉલાડવામાં આવશે. ચાહકો આ મેચ ટીવી પર કલર્સ સિનેપ્લેક્સ અને કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ્સ ચેનલો પર જોઈ શકે છે. ચાહકો આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ 'Jio Hotstar' પર ઓનલાઈન જોઈ શકે છે. આ ઉપરાંત, તમે Jio Hotstar માં લોગ ઇન કરીને તમારા સ્માર્ટ ટીવી પર પણ મેચનો આનંદ માણી શકો છો.
ઇન્ડિયા માસ્ટર્સ પોઈન્ટ ટેબલ પર પ્રભુત્વ ધરાવે છે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 માં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે, જેમાં પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ઈન્ડિયા માસ્ટર્સ ટીમનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાય છે. ઇન્ડિયા માસ્ટર્સ 2 મેચમાં વિજય સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે શ્રીલંકા માસ્ટર્સ 3 માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.શ્રીલંકાનો નેટ રન રેટ ઇન્ડિયા માસ્ટર્સ કરતા સારો નથી. આ ઉપરાંત, વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ પાંચમા સ્થાને છે જ્યારે ઇંગ્લેન્ડ માસ્ટર્સ ટીમ છેલ્લા સ્થાને છે.
