ઇન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત, રોહિત શર્મા 12 રન કરીને આઉટ
Live TV
-
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ત્રીજી મેચ આજે ઇન્દોરનાં હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાને મેચમાં પહેલો મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 12 રન કરીને આઉટ થયા છે. આ બાદ અન્ય ૩ વિકેટ પણ પડી જતા ભારતીય ટીમની નબળી શરૂઆત થઇ છે. કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે, કે.એલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ભારત આ શ્રેણીમાં હાલ 2-0થી આગળ છે. આ મેચ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રવેશની તક પુરી પાડે છે. ત્રીજી મેચ જીતતાં જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લેશે. ઓસ્ટ્રેલિયા હાલમાં 136 પોઈન્ટ સાથે WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત 123 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ચોથી ટેસ્ટ 9 થી 13 માર્ચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
