ચાર ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 9 વિકેટે વિજય, સીરિઝમાં ભારત 2-1 થી આગળ
Live TV
-
ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત 2-1 થી આગળ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ત્રીજી ઈન્દોરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર થઇ છે અને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે જીત મેળવી છે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત 2-1 થી આગળ છે. ભારતીય ટીમ, ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે બીજી ઈનિંગમાં માત્ર 163 રનમાં સમેટાઈ ગઈ હતી. અગાઉ પ્રથમ ઈનિંગમાં ભારતે 109 રનમાં ઓલઆઉટ થતા ભારતે ઓસ્ટ્રેલિયા સામે 75 રનની સરસાઈ મેળવી હતી. જ્યારે પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 197 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આજે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ શરૂ થતા ઓસ્ટ્રેલિયાએ જીતવા માટેનો 76 રનનો ટારગેટ લંચ પહેલા જ પૂર્ણ કરી દીધો હતો. ચોથી ટેસ્ટ 9 થી 13 માર્ચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
