આજથી મુંબઇમાં શરૂ થશે મહિલા પ્રીમિયર લીગ, 26 માર્ચ સુધી ટૂર્નામેન્ટમાં રમાશે 22 મેચ
Live TV
-
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે પહેલી લીગ મેચ
આજથી મહિલા પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટ ટુર્નામેન્ટ મુંબઈમાં શરૂ થશે. આ લીગની પહેલી મેચ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આજે સાંજે 7:30 વાગ્યે ગુજરાત જાઈંટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. ગુજરાત જાયન્ટ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ઉપરાંત ત્રણ અન્ય ફ્રેન્ચાઇઝીસ પણ મહિલા પ્રિમીયર લીગના ઉદઘાટન સમારંભમાં સામેલ થશે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપ્ટન્સ અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે. 26 માર્ચ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં 22 મેચ રમવામાં આવશે. 26 માર્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો યોજાશે. આ લીગમાં તમામ ટીમ બે-બે મેચ રમશે. પ્લેઓફ્સમાં બે મેચ રમવામાં આવશે, જેમાં પહેલો મુકાબલો એલિમિનેટર અને બીજી મુકાબલો ફાઈનલમાં રમવામાં આવશે.
