ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સીરીઝ જીતી
Live TV
-
23 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સીરીઝ જીતી છે. ટીમ ઈન્ડિયાએ અંગ્રેજોને તેમના ઘરે જ હરાવીને ODI સિરીઝ જીતી લીધી છે. કેન્ટરબરીના સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વનડેમાં હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 88 રને જીત મેળવી હતી અને શ્રેણીમાં પણ 2-0થી લીડ મેળવી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણીની છેલ્લી મેચ 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં રમાશે. હરમનીપ્રીતે 111 બોલમાં 18 ફોર અને ચાર સિક્સની મદદથી 143 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ સામેની બીજી મહિલા વનડેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીન કૌરે તેની કરિયરની પાંચમી વનડે સદી ફટકારી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની અણનમ સદીને સહારે ભારતે યજમાનો સામે 334 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. કૌરે 111 બોલમાં 18 ચોગ્ગા અને 04 છગ્ગાની મદદથી અણનમ 143 રન બનાવ્યા હતા. તેમના સિવાય હરલીન દેઓલે 58 રનની ઇનિંગ રમી હતી. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 333 રનનો સ્કોર બનાવ્યો હતો.
