Skip to main content
Settings Settings for Dark

ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવીને વેસ્ટ ઈન્ડિઝ સેમિફાઈનલમાં પ્રવેશ્યું

Live TV

X
  • વેસ્ટ ઈન્ડિઝે ગઈ કાલે રાત્રે દુબઈમાં ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવીને ICC મહિલા T-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ગ્રૂપ બીમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈંગ્લેન્ડને નિર્ધારિત વીસ ઓવરમાં સાત વિકેટે 141 રન પર રોકી દીધું હતું. શાનદાર બેટિંગ કરતા ઈંગ્લેન્ડની નતાલી સિવર બ્રન્ટે 50 બોલમાં 57 રન નોંધાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના અફી ફ્લેચરે ત્રણ વિકેટ ઝડપી હતી.

    141 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 12 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર કિયાના જોસેફ અને હેલી મેથ્યુઝે 50-50 રન નોંધાવ્યા હતા. જોસેફને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

    ગ્રૂપ-એમાંથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગયા છે, જ્યારે ગ્રુપ-બીમાંથી દક્ષિણ આફ્રિકાએ પણ વેસ્ટ ઈન્ડિઝની સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આવતીકાલે દુબઈમાં પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. બીજી સેમીફાઈનલમાં શુક્રવારે શારજાહમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સામસામે ટકરાશે. રવિવારે ફાઇનલ મેચ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-12-2024 Max Temp : °C Min Temp : °C
apply