મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ્યું, ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર
Live TV
-
ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડ ગ્રુપ Aમાંથી સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 110 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 11 ઓવર અને ચાર બોલમાં 56 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
આ સાથે ભારતીય ટીમ આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. ભારત ગ્રુપ 1માં બે જીત અને બે હારથી ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા તેની ચારેય મેચ જીતીને ગ્રુપ Aમાં ટોચ પર છે. જ્યારે ન્યુઝીલેન્ડ ચાર મેચમાં છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.