ઈંગ્લેન્ડ સામેની T - 20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો પરાજય
Live TV
-
ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન નોંધાવ્યા હતા.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી T - 20 શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન નોંધાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 125 રનનો વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે.
જેસન રોય અને જોસ બટલરે ટીમને સારી શરૂઆત અપાવતા 72 રનની ભાગીદારી કરી હતી. તો ભારતીય ટીમ તરફથી શ્રેયસ ઐયરે 48 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 67 રન કર્યા. આ સિવાય ઋષભ પંતે 21 અને હાર્દિક પંડ્યાએ 19 રન કર્યા હતા. શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્થિતિમાં લાવ્યા હતા. હવે શ્રેણીની બીજી ટી-20 મેચ 14 માર્ચે રમાશે.
