ઉઝબેકિસ્તાનમાં 'જુનિયર નેશનલ જુડો ચેમ્પિયનશીપ'માં તલાલની શાહીનને સિલ્વર મેડલ પ્રાપ્ત
Live TV
-
'જુનિયર નેશનલ જુડો ચેમ્પિયનશિપ દિલ્હી' મુકામે જુડો સ્પર્ધામાં શાહીન દરજાદાએ પ્રથમ સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ઉઝબેકિસ્તાનમાં યોજાયેલી 'જુનિયર નેશનલ જુડો ચેમ્પિયનશીપ' ખેલ પ્રતિભા સન્માન નિમિતે 'જુનિયર નેશનલ જુડો ચેમ્પિયનશિપ દિલ્હી' મુકામે જુડો સ્પર્ધામાં શાહીન દરજાદાએ પ્રથમ સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાલાલના સુરવા ગામની શાહીન હાલ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેમની સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમી અમદાવાદ દ્વારા એશિયન જુનિયર ચેમ્પિયનશિપ ઉઝબેકિસ્તાન ખાતે રમવા માટે પસંદગી કરાઇ હતી.
પસંદગી થતાં શાહીન ઉઝબેકિસ્તાન ખાતે રમવા જઇ ખુબ જ મહેનતનાં અંતે સિલ્વર મેડલ હાંસલ કરી જીત મેળવી હતી. સુરવા જેવા નાનકડા ગામની અનુસુચિત જન જાતીની દીકરી તરીકે વિદેશમાં જઇ જુડો રમતમાં સિલ્વર મેડલ જીતી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી સમાજ અને પરિવાર તથા દેશનુ નામ રોશન કર્યું છે.
શાહીન દરજાદા અત્યાર સુધીમાં 12 જેટલા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતી ચૂકી છે. ત્યારે સુરવા ગામ ખાતે શાહીનની જીત માટે સીદી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ યોજી આ દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું.