ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 સીરિઝની છેલ્લી મેચમાં ભારતનો 106 રને વિજય
Live TV
-
ભારતે પ્રથમ બેટીંગ કરીને અને 7 વિકેટ ગુમાવીને 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 મેચમાં ભારતીય ટીમે 106 રનથી જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટીંગ કરીને અને 7 વિકેટ ગુમાવીને 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 95 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમે આ મેચ જીતીને ત્રણ મેચની T20 સીરિઝમાં 1-1થી બરાબર કરી લીધી છે. ભારતીય બોલર કુલદીપ યાદવે 17 રન આપીને 5 વિકેટ લીધી અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 બોલ પર સદી ફટકારી હતી અને યશસ્વી જયસ્વાલે 41 બોલ પર 60 રન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડરબનમાં સીરિઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચ મંગળવારે રમાઇ હતી. જેમાં ભારતે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડકવર્થ લુઈસ નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સાઉથ આફ્રિકાએ 13.5 ઓવરમાં 154 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ પહેલા ડરબનમાં રવિવારે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાએ છેલ્લે ભારતમાં વર્ષ 2015-16 માં, T20 સીરિઝ 2-0થી જીતી હતી. ભારત અત્યાર સુધી આફ્રિકામાં 3 મેચની એક પણ T20 સીરિઝ હાર્યુ નથી.