Skip to main content
Settings Settings for Dark

ભારતે મુંબઈમાં એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 347 રને ઐતિહાસિક જીત નોંધાવી

Live TV

X
  • મહિલાઓની ટેસ્ટમાં આ સૌથી મોટી જીતનું માર્જિન હતું. બેટ અને બોલ બંને રીતે યજમાનોએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું.

    મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 347 રનથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. મહિલાઓની ટેસ્ટમાં આ સૌથી મોટી જીતનું માર્જિન હતું. બેટ અને બોલ બંને રીતે યજમાનોએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ત્રીજા દિવસની રમત શરૂ થઈ અને ભારતે 6 વિકેટે 186 રનના ઓવરનાઈટ સ્કોર પર તેમનો બીજો દાવ ડિકલેર કર્યો અને મુલાકાતીઓ સમક્ષ રેકોર્ડ 479 રનનો લક્ષ્યાંક મૂક્યો.
     
    જો કે, જવાબમાં ઇંગ્લેન્ડના બેટર્સ બપોરના ભોજન સુધી પણ આગળ વધી શક્યા ન હતા અને તેમનો દાવ માત્ર 131 રનમાં સમેટાઇ ગયો હતો. સાત રનમાં 5 વિકેટના તેના પ્રથમ દાવના શાનદાર પ્રદર્શનને ચાલુ રાખતા, દીપ્તિ શર્માએ બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી, તેની પ્રથમ ઇનિંગની અડધી સદી ઉપરાંત નવ વિકેટ સાથે મેચ પૂર્ણ કરી. તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
     
    આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 428 રન બનાવ્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ 136ના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઇ ગયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply