ODI સીરિઝ: સાઉથ આફ્રિકાએ બીજી મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું
Live TV
-
આ જીત સાથે 3 મેચની સીરિઝમાં બંને ટીમ 1-1ની બરાબરી પર.
સાઉથ આફ્રિકાએ વન-ડે સીરિઝની બીજી મેચમાં ભારત પર 8 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે 3 મેચની સીરિઝમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે. આવતીકાલે 21 ડિસેમ્બરે ડિસેમ્બરે પાર્લમાં વન-ડે સીરિઝની ત્રીજી મેચ રમવામાં આવશે. મંગળવારે કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આફ્રિકની ટીમે 42.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 212 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ઓપનર ટોની ડી જ્યોર્જે અણનમ 119 રન પર રહીને તેની વન ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી, જ્યારે રીસ હેન્ડિક્સને 52 રન કર્યા હતા. રાસી વાન ડેર ડુસેને 36 રનનું યોગદાન આપ્યું હતું. ટોની ડી જ્યોર્જને 119 રન બનાવવા માટે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.આફ્રિકાની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ આપી હતી અને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર સાઈ સુદર્શને 62 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 56 રનની ઇનિંગ રમી. નાન્દ્રે બર્જરને 3 વિકેટ મળી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સીરિઝની પ્રથમ મેચ જોહાન્સબર્ગના વાંડરર્સમાં રમાઇ હતી. સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં અર્શદીપે 5 અને આવેશને 4 વિકેટ ખેરવી હતી. જવાબમાં ભારતે 117 રનનો ટાર્ગેટ માત્ર 16.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો, શ્રેયસ અય્યરે પણ 52 રનનું યોગદાન આપ્યું હતું.