એડિલેડ ડે-નાઈટ ટેસ્ટમાં ભારત 36 રને સમેટાયુ, ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર
Live TV
-
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ એડિલેડ ડે-નાઈટ ટેસ્ટમાં ભારતની ટીમ 36 રને સમેટાઈ ગઈ છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 90 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ એડિલેડ ડે-નાઈટ ટેસ્ટમાં ભારતની ટીમ 36 રને સમેટાઈ ગઈ છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 90 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ભારતે ગઈકાલે એક વિકેટે 9 રનથી આજે તેનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો પણ બીજા દાવમાં એક પછી એક વિકેટ પડતી રહી હતી. એક તબક્કે ભારતે માત્ર 19 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે 9 વિકેટે 36 રન કર્યા હતા, ત્યારે મહંમદ શમી રિટાયર્ડ હર્ટ થતાં ભારતની ઈનિંગનો અંત આવ્યો હતો. પ્રથમ દાવના 53 રનની સરસાઈ સાથે ભારત ઓસ્ટ્રેલિયાથી 89 રન આગળ હતું. જોશ હેઝલવુડે 5 તથા પેટ કમિન્સે 4 વિકેટો ઝડપી હતી. ભારતનો એકપણ બેટ્સમેન પોતાના સ્કોરમાં બે અંક સુધી પહોંચી શક્યો ન હતો. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો પોતાનો બીજા દાવનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો 42 રનનો સ્કોર હતો.