એશિયાઈ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ ચાર ટીમ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા
Live TV
-
આ સાથે ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધી 10 સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે.
દક્ષિણ કોરિયામાં રમાઈ રહેલી એશિયાઈ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ રવિવારે યોજાયેલી તમામ ચાર ટીમ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રકો જીતી લીધા છે. આ સાથે ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધી 10 સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે. ગઈકાલે ભારતના અર્જુન બબુતા, કિરણ જાદવ અને રુદ્રાંક પાટીલે કજગસ્તાનને 10 મીટર એર રાઈફલ્સ સ્પર્ધાની ફાઈનલમાં 17-11થી પરાજય આપીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. મહિલાઓની ટીમ ઈવેન્ટમાં મેહુલી ઘોષ, ઈલાવેનીલ વાલરીવાન અને મેઘના સજ્જનારની ટીમે કોરિયાને 16-10 પરાજય આપ્યો હતો. જુનિયર શ્રેણીમાં દિવ્યાંશ અનવર, શ્રીકાંત રાજરવિ શંકર અને વિદિત જૈનની ટીમે કોરિયાને 16-10 પરાજય આપ્યો હતો. જુનિયર મહિલાઓની ટીમ ઈવેન્ટમાં તિલોત્તમા સેન, રમીતા અને નેન્સીની ટીમે દક્ષિણ કોરિયાને 16-2થી પરાજય આપીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.
