એશિયા કપમાં 8 વર્ષે પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો
Live TV
-
પાકિસ્તાન તરફથી મેચનો હીરો મોહમ્મદ રિઝવાન રહ્યો હતો
દુબઈ ખાતે રમાયેલી એશિયા કપની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો હતો. પાકિસ્તાન તરફથી મેચનો હીરો મોહમ્મદ રિઝવાન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા. મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતના બધા જ બોલરોને વિકેટ મળી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 8 દિવસમાં બીજી વખત એકબીજા સામે ટકરાઈ હતી. 4 વર્ષ બાદ આ પ્રથમ વખત બંને ટીમો 8 દિવસમાં એકબીજા સામે રમતા જોવા મળી હતી. અગાઉ 2018 એશિયા કપમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતી હતી.
