એશિયા કપ ટી-20માં આજે ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો થશે
Live TV
-
એશિયા કપ ટી-20માં આજે ભારતનો મુકાબલો થશે પાકિસ્તાન સામે. દુબઈમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારતીય સમય મુજબ મેચ સાંજે 7:30 વાગ્યે શરુ થશે. આ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થવાથી રમતમાંથી બહાર થઈ ગયા છે, તેમની જગ્યાએ અક્ષર પટેલ ટીમમાં રમશે. ટૂર્નામેન્ટમાં રમાયેલી મેચમાં ભારત બે જીત મેળવી સૌથી વધુ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જયારે પાકિસ્તાન બે પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ગઈકાલે શારજહામાં સુપર ફોર તબક્કાની પ્રથમ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું.
